તમારા પૈસા વધ્યા. પણ વર્ષે કેટલી ઝડપે?CAGR કેલ્ક્યુલેટર: રોકાણ વર્ષે સરેરાશ કેટલા ટકા વધ્યું, એ જાણો.
તમારા પૈસા થોડાં વર્ષમાં એક રકમથી બીજી રકમ થયા. CAGR કેલ્ક્યુલેટર એને વર્ષના એક દરમાં ફેરવી આપે છે, એટલે બીજા વિકલ્પો અને મોંઘવારી સાથે સાચી સરખામણી થાય. એ જૂના કે ધારેલા આંકડા પર ગણે છે; ભવિષ્યમાં કેટલું વળતર આવશે એ નથી કહેતું.
CAGR કેલ્ક્યુલેટર
તમે પસંદ કરેલા દર પ્રમાણેનો ફક્ત અંદાજ. મ્યુચ્યુઅલ ફંડનું વળતર બજાર પર આધાર રાખે છે, એની કોઈ ગેરંટી નથી.
CAGR કેલ્ક્યુલેટર કેવી રીતે વાપરવું
- શરૂઆતની રકમ નાખો: તમે કેટલા રોક્યા હતા, કે શરૂઆતમાં રોકાણની કિંમત કેટલી હતી.
- આજે કે છેલ્લે રોકાણની કિંમત કેટલી છે, અને વચ્ચે કેટલાં વર્ષ ગયાં, એ નાખો.
- એ વર્ષોમાં કેટલી મોંઘવારી ધારો છો એ નાખો, એટલે મોંઘવારી બાદ કરીને સાચો વધારો પણ દેખાય.
તમારું પરિણામ કેવી રીતે સમજવું
CAGR એટલે વર્ષનો વધારાનો દર. કુલ વળતર એટલે શરૂઆતથી છેલ્લે સુધીનો કુલ વધારો. રિયલ CAGR એટલે મોંઘવારી બાદ કરીને વર્ષનો વધારો: તમારા પૈસાથી ખરેખર કેટલું વધારે ખરીદી શકાય.
દાખલા તરીકે, ₹1,00,000 6 વર્ષમાં ₹2,00,000 થાય તો કુલ વળતર 100% થયું. પણ એ વર્ષે 16.7% નથી, કારણ કે વધારો કમ્પાઉન્ડ થાય છે. CAGR આશરે વર્ષે 12.2% આવે. એ વર્ષોમાં ભાવ વર્ષે આશરે 6% વધ્યા હોય, તો રિયલ CAGR આશરે વર્ષે 5.9% આવે.
CAGR રસ્તાની ચડઉતર સરખી કરીને બતાવે છે. 12% CAGRવાળું ફંડ દર વર્ષે 12% નથી વધ્યું; કોઈ વર્ષ વધારે, કોઈ ઓછું, ને કોઈ વર્ષ માઇનસમાં પણ. જૂનો વધારો ભવિષ્યનું વળતર નથી કહેતો, અને મ્યુચ્યુઅલ ફંડનું વળતર બજાર સાથે જોડાયેલું છે. તમે ધારેલા દરે રકમ કેટલી થઈ શકે એ જોવા લમ્પસમ કેલ્ક્યુલેટર વાપરો.
CAGR કેલ્ક્યુલેટર કેવી રીતે ગણે છે
CAGR એટલે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ: એવો એક એકસરખો વર્ષનો દર, જે એટલાં જ વર્ષમાં શરૂઆતની રકમને છેલ્લી રકમ સુધી લઈ જાય. કુલ વળતર (એબ્સોલ્યૂટ રિટર્ન) એટલે આખા સમયગાળાનો કુલ વધારો. રિયલ CAGR એમાંથી મોંઘવારી બાદ કરે છે, એટલે દેખાય કે તમારા પૈસાની ખરીદશક્તિ વર્ષે કેટલી વધી.
CAGR = (છેલ્લી રકમ ÷ શરૂઆતની રકમ)^(1 ÷ વર્ષ) − 1; કુલ વળતર = (છેલ્લી રકમ − શરૂઆતની રકમ) ÷ શરૂઆતની રકમ × 100; રિયલ CAGR = (1 + CAGR) ÷ (1 + મોંઘવારી) − 1
FAQ
વારંવાર પૂછાતા પ્રશ્નો
CAGR કેલ્ક્યુલેટર એટલે શું?
CAGR અને કુલ વળતરમાં શું ફરક?
મારી SIP માટે CAGR વપરાય?
રિયલ CAGR કેમ મહત્વનું?
CAGR વધારે હોય તો ફંડ આગળ પણ સારું કરશે?
તમારું આગલું પગલું
આવતીકાલ જ મહત્વની છે.
ચાલો, આજે જ એનો પ્લાન કરીએ.
તમારા લક્ષ્ય, તમારા વીમા ને આગળના પગલા વિશે 30 મિનિટની ફ્રી વાતચીત. ના અઘરા શબ્દો, ના કોઈ દબાણ.
અમે તમને ફોન કરીએઆવતીકાલની ટિકિટLKI-1987
- મુસાફર
- તમે અને તમારો પરિવાર
- મીટિંગ
- 30 મિનિટ
- ભાડું
- ફ્રી
- ક્યાં
- ઑફિસ કે ફોન
દિવસ પસંદ કરો
આ દિવસ WhatsApp પર બુક કરો