મ્યુચ્યુઅલ ફંડ અને SIP

દર મહિને થોડું રોકો, ટીપે ટીપે સરોવર ભરાય.રાજુલામાં મ્યુચ્યુઅલ ફંડ SIP: દર મહિને નક્કી રકમનું રોકાણ.

SIP રોકાણમાં દર મહિને નક્કી કરેલી રકમ તમારા બેંક ખાતામાંથી સીધી મ્યુચ્યુઅલ ફંડમાં જાય. રાજુલા અને અમરેલીના પરિવારોને અમે લક્ષ્ય પ્રમાણે ફંડ પસંદ કરવામાં, SIP શરૂ કરવામાં અને એને બરાબર ચાલુ રાખવામાં મદદ કરીએ.

SIP કોના માટે સારી

નોકરિયાત લોકો

પગાર દર મહિને આવે, તો SIP પણ દર મહિને જાય. ખર્ચ થાય એ પહેલાં બચત થઈ જાય.

દુકાનદાર અને વેપારી

તમને ફાવે એટલી SIPથી શરૂ કરો, અને સારી સિઝન પછી વધારાના પૈસા એકસાથે રોકો.

પહેલી વાર રોકાણ કરનાર

બજારમાં ક્યારેય રોકાણ નથી કર્યું? નાની SIPથી શરૂઆત કરો અને મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે ચાલે એ ધીમે ધીમે સમજો.

અમારી સાથે કેવી રીતે થાય

તમારું લક્ષ્ય સમજીએ

પૈસા શેના માટે છે, ક્યારે જોઈશે, અને કેટલી ઉપર-નીચે સહન કરી શકો? આના જવાબ પરથી નક્કી થાય કે કેવું ફંડ લેવું.

ફંડ પસંદ કરી શરૂ કરીએ

થોડાં યોગ્ય ફંડ સમજાવીએ, KYC પૂરું કરાવીએ અને બેંકમાંથી દર મહિને ઓટો-ડેબિટ ગોઠવી આપીએ.

સાથે બેસીને રિવ્યૂ કરીએ

થોડા થોડા સમયે અને જીવનમાં કંઈ બદલાય ત્યારે તમારી SIP સાથે મળીને તપાસીએ, અને આવક વધે ત્યારે સ્ટેપ-અપની વાત કરીએ.

SIP કેલ્ક્યુલેટર

દર મહિનાના રોકાણ માટે SIP કેલ્ક્યુલેટર

રોકેલી રકમઅંદાજિત વળતર
રોકેલી રકમ–
અંદાજિત વળતર–
કુલ રકમ–
વધુ વિકલ્પ
વર્ષ પ્રમાણે
વર્ષરોકેલી રકમકિંમત

તમે પસંદ કરેલા દર પ્રમાણેનો ફક્ત અંદાજ. મ્યુચ્યુઅલ ફંડનું વળતર બજાર પર આધાર રાખે છે, એની કોઈ ગેરંટી નથી.

SIP કેલ્ક્યુલેટર

દર મહિને કેટલું રોકવું છે, કેટલાં વર્ષ અને વર્ષે કેટલું વળતર ધારો છો, એ નાખો અને જુઓ SIP કેટલી થઈ શકે. આ તમે પસંદ કરેલા દર પરનો અંદાજ છે; મ્યુચ્યુઅલ ફંડનું સાચું વળતર બજાર પ્રમાણે ઉપર-નીચે થાય છે.

બધા કેલ્ક્યુલેટર

અમે તમારા માટે શું કરીએ

  • SIP શું છે, NAV કેવી રીતે કામ કરે અને શું અપેક્ષા રાખવી, એ સીધી ભાષામાં સમજાવીએ
  • ગયા વર્ષનું વળતર જોઈને નહીં, તમારા લક્ષ્ય, સમય અને જોખમ પ્રમાણે ફંડ પસંદ કરવામાં મદદ કરીએ
  • KYC, નોમિનીની વિગત અને ઓટો-ડેબિટ માટે બેંક મેન્ડેટ પૂરું કરાવીએ
  • સ્ટેપ-અપ SIP ગોઠવીએ, જે દર વર્ષે તમારી આવક સાથે વધે
  • વધારાના પૈસા હોય ત્યારે એકસાથે રોકાણમાં મદદ કરીએ
  • નિયમિત રિવ્યૂ, અને ફેરફાર, સ્વિચ કે પૈસા ઉપાડવામાં મદદ
બજાર ઉપર-નીચે થવાનું જ

અમુક મહિનામાં, ક્યારેક થોડો લાંબો સમય, તમારી SIPની કિંમત ઘટશે. એ સામાન્ય છે. ભાવ નીચા હોય ત્યારે એ જ SIPમાં વધારે યુનિટ મળે. વાંચો: બજાર ઘટે ત્યારે શું કરવું.

SIP, એકસાથે રોકાણ અને બેંક FD: ફરક શું?

શું જોવુંSIPએકસાથે રોકાણબેંક FD
પૈસા કેવી રીતે જાયદર મહિને નક્કી રકમએક સાથે મોટી રકમનક્કી મુદત માટે એક વાર જમા
વળતરબજાર પ્રમાણે, ઉપર-નીચે થાયબજાર પ્રમાણે, ઉપર-નીચે થાયનક્કી વ્યાજ, પહેલેથી ખબર હોય
જોખમબજારનું જોખમ, સમય સાથે વહેંચાઈ જાયબજારનું જોખમ, ક્યારે રોકો એના પર આધારઓછું
ફ્લેક્સિબિલિટીગમે ત્યારે બદલો કે બંધ કરો; વહેલા ઉપાડ પર એક્ઝિટ લોડ લાગી શકેગમે ત્યારે ઉપાડી શકો; વહેલા ઉપાડ પર એક્ઝિટ લોડ લાગી શકેવહેલી તોડો તો સામાન્ય રીતે પેનલ્ટી લાગે
કોના માટેદર મહિને આવક, લાંબા ગાળાનાં લક્ષ્યવધારાના પૈસા, લાંબા ગાળાનાં લક્ષ્યટૂંકા ગાળાની જરૂર, નક્કી વળતર

ફક્ત સમજ માટે. મ્યુચ્યુઅલ ફંડનું વળતર બજાર સાથે જોડાયેલું છે અને ગેરંટીવાળું નથી; ભૂતકાળમાં મળેલું વળતર ફરી મળે એવું જરૂરી નથી. વધુ વાંચો: SIP કે FD?

FAQ

વારંવાર પૂછાતા પ્રશ્નો

SIP રોકાણ એટલે શું?
SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. દર મહિને નક્કી તારીખે નક્કી રકમ તમારા બેંક ખાતામાંથી મ્યુચ્યુઅલ ફંડમાં જાય, અને એ દિવસની NAV (એક યુનિટનો ભાવ) પ્રમાણે તમને યુનિટ મળે. ધીમે ધીમે બચતની ટેવ પડે અને ઊંચા-નીચા બંને ભાવે ખરીદી થતી રહે.
રાજુલામાં મ્યુચ્યુઅલ ફંડ SIP શરૂ કરવા કેટલા પૈસા જોઈએ?
ઘણાં ફંડમાં ₹500 મહિનાથી કે એનાથી પણ ઓછી રકમથી શરૂ થઈ શકે. એક વાર KYC કરાવવું પડે, જેમાં PAN, આધાર અને બેંકની વિગત જોઈએ, એમાં અમે મદદ કરીએ. શ્યામ કોમ્પ્લેક્સ, જવાહર રોડ, રાજુલા આવો કે +91 94286 19595 પર ફોન કરો.
સ્ટેપ-અપ SIP એટલે શું?
સ્ટેપ-અપ SIPમાં દર વર્ષે તમારી મહિનાની રકમ નક્કી ટકા કે નક્કી રૂપિયા જેટલી વધે, જેમ કે આવક વધે એમ 10%. દર વર્ષે થોડો થોડો વધારો 15-20 વર્ષમાં મોટો ફરક પાડી શકે. સ્ટેપ-અપ SIP કેલ્ક્યુલેટર વાપરી જુઓ.
SIP કરવી કે એકસાથે રોકાણ?
દર મહિને આવક હોય તો SIP સામાન્ય રીતે સહેલી પડે, અને બજાર ક્યારે ઉપર-નીચે એની ચિંતા ઓછી રહે. બોનસ, પાક કે કોઈ વેચાણમાંથી મોટી રકમ એકસાથે આવી હોય, તો એકસાથે રોકાણ થઈ શકે, અથવા એને થોડા મહિનામાં ધીમે ધીમે ઇક્વિટી ફંડમાં લઈ જઈ શકાય. તમારી સ્થિતિ પ્રમાણે અમે વિકલ્પો સમજાવીએ.
SIP બંધ કરી શકાય કે થોડો સમય અટકાવી શકાય?
હા. SIP ગમે ત્યારે બંધ કરી શકો, અને ઘણાં ફંડ હાઉસ થોડા મહિના અટકાવવા પણ દે. SIP બંધ કરવાથી પૈસા પાછા નથી આવતા; જે યુનિટ છે એ તમે વેચો નહીં ત્યાં સુધી રોકાયેલા રહે. અમુક ફંડમાં નક્કી સમય પહેલાં વેચો તો થોડો એક્ઝિટ લોડ લાગે.
તમને કમાણી કેવી રીતે થાય?
અમે ફક્ત રેગ્યુલર પ્લાનમાં કામ કરીએ અને ફંડ હાઉસ પાસેથી કમિશન મળે, જે ફંડના એક્સપેન્સ રેશિયોમાં સામેલ હોય છે. આ જ ફંડના ડાયરેક્ટ પ્લાન પણ હોય છે, જેનો એક્સપેન્સ રેશિયો ઓછો હોય અને એમાં ડિસ્ટ્રિબ્યુટર વગર જાતે રોકાણ કરવાનું. વિગત માટે અમે કેવી રીતે કામ કરીએ વાંચો.

આ પણ જુઓ

કેલ્ક્યુલેટર વાપરોSIP કેલ્ક્યુલેટરદર મહિનાની SIP વર્ષો પછી કેટલી થઈ શકે, એ જુઓ.કેલ્ક્યુલેટર વાપરોસ્ટેપ-અપ SIP કેલ્ક્યુલેટરદર વર્ષે SIP વધારો તો છેલ્લી રકમમાં કેટલો ફરક પડે, એ જુઓ.ELSSથી ટેક્સ બચતજૂની રિજીમમાં 80C હેઠળ ટેક્સ બચત, સૌથી ટૂંકા લૉક-ઇન સાથે: ફક્ત 3 વર્ષ.અમે તમારી સાથે કેવી રીતે કામ કરીએ, પગલે પગલેચાર સીધા પગલાં. નાની SIP શરૂ કરવી હોય કે આખા પરિવારના પૈસાનું આયોજન કરવું હોય, રીત એક જ. શું થઈ રહ્યું છે, ખર્ચ કેટલો છે અને કોને પૈસા મળે છે, એ તમને હંમેશા ખબર હોય.5 મિનિટ વાંચનSIP અને FD: ફરક શું છે અને ક્યારે કયું વાપરવુંએકમાં વળતર નક્કી અને પહેલેથી ખબર હોય. બીજું બજાર સાથે જોડાયેલું છે. લક્ષ્ય પ્રમાણે કેવી રીતે પસંદ કરવું, એ અહીં સમજીએ.5 મિનિટ વાંચનબજાર પડે ત્યારે તમારી SIP નું શું કરવુંપોર્ટફોલિયોમાં ખોટ જોવી સહેલી નથી. સ્ટોપ દબાવતાં પહેલાં, દર મહિને રોકાણ કરનાર માટે બજાર પડવાનો ખરો અર્થ શું છે, એ સમજીએ.

તમારું આગલું પગલું

એક નાની મીટિંગથી SIP શરૂ કરો

તમે શેના માટે બચાવો છો અને દર મહિને આશરે કેટલું અલગ રાખી શકો, એ કહો. અમે વિકલ્પો સમજાવીએ અને શરૂઆત કરાવી આપીએ. મીટિંગ બુક કરો, કે અમે તમને ફોન કરીએ.

અમે તમને ફોન કરીએ

આવતીકાલની ટિકિટLKI-1987

થીઆજતમે અત્યારે જ્યાં છો
સુધીઆવતીકાલજ્યાં પહોંચવું છે
મુસાફર
તમે અને તમારો પરિવાર
મીટિંગ
30 મિનિટ
ભાડું
ફ્રી
ક્યાં
ઑફિસ કે ફોન

દિવસ પસંદ કરો

આ દિવસ WhatsApp પર બુક કરો