રવિ અને પૂજા, નોકરી કરતું યુવાન દંપતી
- સ્થિતિ
- રવિ (29) એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, અને પૂજા (27) રાજુલાની એક સ્કૂલમાં ભણાવે છે. બંને મળીને મહિને આશરે ₹15,000 બચાવે છે, પણ એ પૈસા સેવિંગ ખાતામાં એમ ને એમ પડ્યા રહે છે. રવિની કંપનીની નાની ગ્રુપ પોલિસી સિવાય બેમાંથી કોઈ પાસે જીવન વીમો નથી.
- પ્લાન
- પહેલા સુરક્ષા: બંને માટે અલગ ટર્મ પ્લાન, અને પરિવાર માટે હેલ્થ પોલિસી. પછી કુલ મહિને ₹8,000 ની બે SIP: એક આશરે સાત વર્ષ પછી ઘરના ડાઉન પેમેન્ટ માટે, અને એક લાંબા ગાળા માટે. ઇમરજન્સી માટે ત્રણ મહિનાનો ખર્ચ અલગ રાખ્યો.
- પરિણામ
- હવે એમની પાસે લખેલો પ્લાન છે: દરેક લક્ષ્ય, એની તારીખ અને મહિનાની રકમ. બેમાંથી કોઈને કંઈ થાય તો પરિવાર પાસે કવર છે, SIP એની મેળે ચાલે છે, અને પગાર વધે તેમ SIP વધારવાનું એમણે નક્કી કર્યું છે.