આવક વધે એમ SIP પણ વધારતા જાઓ.સ્ટેપ-અપ SIP કેલ્ક્યુલેટર: દર વર્ષે SIP થોડી વધારો.
મોટા ભાગે આવક વર્ષે વર્ષે વધે છે, તો SIP પણ સાથે વધી શકે. શરૂઆતની રકમ અને વર્ષનો સ્ટેપ-અપ નાખો, અને જુઓ અંદાજિત કુલ રકમ, તેમજ સાદી SIP કરતાં એ કેટલી વધારે થઈ શકે. પરિણામ તમે ધારેલા દર પર છે, ગેરંટી નથી.
સ્ટેપ-અપ SIP કેલ્ક્યુલેટર
વર્ષ પ્રમાણે
| વર્ષ | રોકેલી રકમ | કિંમત |
|---|
તમે પસંદ કરેલા દર પ્રમાણેનો ફક્ત અંદાજ. મ્યુચ્યુઅલ ફંડનું વળતર બજાર પર આધાર રાખે છે, એની કોઈ ગેરંટી નથી.
સ્ટેપ-અપ SIP કેલ્ક્યુલેટર કેવી રીતે વાપરવું
- આજે દર મહિને કેટલાથી શરૂ કરી શકો એ રકમ નાખો.
- વર્ષનો સ્ટેપ-અપ પસંદ કરો, 0% થી 25%. દાખલા તરીકે 10% એટલે ₹5,000ની SIP બીજા વર્ષે ₹5,500 થાય.
- કેટલાં વર્ષ અને વર્ષે કેટલું વળતર ધારો છો એ પસંદ કરો, પછી પરિણામ સાદી SIP સાથે સરખાવો.
તમારું પરિણામ કેવી રીતે સમજવું
તમને રોકેલી રકમ, અંદાજિત વળતર અને કુલ રકમ દેખાશે, સાથે એ પણ કે એટલી જ રકમથી શરૂ થતી સાદી SIP કરતાં કેટલું વધારે થઈ શકે.
દાખલા તરીકે, 10 વર્ષ સુધી દર મહિને ₹5,000, વર્ષે 12% ધારીએ તો સાદી SIPમાં આશરે ₹11.6 લાખ થાય. દર વર્ષે 10% સ્ટેપ-અપ સાથે કુલ આશરે ₹9.6 લાખ રોકાય અને કુલ રકમ આશરે ₹17 લાખ થાય. વધારાનો થોડો ભાગ વધારે રોકવાથી આવે, અને થોડો એ વધારાના પૈસા પરના કમ્પાઉન્ડિંગથી.
એવો સ્ટેપ-અપ પસંદ કરો જે આરામથી ચાલુ રાખી શકો. ઘણા લોકો એને પગાર વધારા કે ધંધાના વધારા સાથે જોડે છે; 5% થી 10% સામાન્ય છે. બધા આંકડા ફક્ત દાખલા છે, અને મ્યુચ્યુઅલ ફંડનું વળતર બજાર સાથે જોડાયેલું છે. વધુ માટે મ્યુચ્યુઅલ ફંડ અને SIP પેજ જુઓ.
સ્ટેપ-અપ SIP કેલ્ક્યુલેટર કેવી રીતે ગણે છે
તમારી SIP 12 મહિના એકસરખી રહે, પછી વર્ષમાં એક વાર સ્ટેપ-અપ જેટલા ટકા વધે. દરેક માસિક હપ્તો અંત સુધી મહિનાના દરે વધતો રહે છે. P એટલે શરૂઆતની માસિક રકમ, s એટલે વર્ષનો સ્ટેપ-અપ, k એટલે કેટલામું વર્ષ, અને i એટલે વર્ષનો દર ભાગ્યા 12. કુલ રકમ એટલે બધા હપ્તાની રકમનો સરવાળો.
વર્ષ k ની SIP = P × (1 + s)^(k − 1); કુલ રકમ = (દરેક હપ્તો × (1 + i)^રોકાયેલા મહિના) નો સરવાળો
FAQ
વારંવાર પૂછાતા પ્રશ્નો
સ્ટેપ-અપ SIP કેલ્ક્યુલેટર એટલે શું?
ફંડ હાઉસમાં સ્ટેપ-અપ સેટ થઈ શકે?
કેટલા ટકા સ્ટેપ-અપ રાખવો?
વધારાની રકમ ગેરંટીવાળી છે?
કોઈ વર્ષ સ્ટેપ-અપ ન થઈ શકે તો?
તમારું આગલું પગલું
આવતીકાલ જ મહત્વની છે.
ચાલો, આજે જ એનો પ્લાન કરીએ.
તમારા લક્ષ્ય, તમારા વીમા ને આગળના પગલા વિશે 30 મિનિટની ફ્રી વાતચીત. ના અઘરા શબ્દો, ના કોઈ દબાણ.
અમે તમને ફોન કરીએઆવતીકાલની ટિકિટLKI-1987
- મુસાફર
- તમે અને તમારો પરિવાર
- મીટિંગ
- 30 મિનિટ
- ભાડું
- ફ્રી
- ક્યાં
- ઑફિસ કે ફોન
દિવસ પસંદ કરો
આ દિવસ WhatsApp પર બુક કરો