રિટાયરમેન્ટની બચત

દર પગારમાંથી થોડું, રિટાયરમેન્ટ સુધી ઘણું.EPF કેલ્ક્યુલેટર: રિટાયરમેન્ટ સુધી તમારું PF કેટલું થઈ શકે, એનો અંદાજ.

પગારવાળી નોકરી હોય તો દર મહિનાના પગારમાંથી થોડો ભાગ તમારા EPFમાં જાય, અને સાથે કંપનીનો ભાગ પણ. તમારો પગાર અને થોડી વિગતો નાખો અને જુઓ રિટાયર થાઓ ત્યાં સુધી EPF કેટલું થઈ શકે. પરિણામ તમે નાખેલા દર પરનો અંદાજ છે.

EPF કેલ્ક્યુલેટર

કુલ ફાળોવ્યાજ
કુલ ફાળો–
મળેલું વ્યાજ–
રિટાયરમેન્ટે EPF–

તમે પસંદ કરેલા દર પ્રમાણેનો ફક્ત અંદાજ. નક્કી કરતાં પહેલાં હાલના દર અને નિયમો ચેક કરો.

EPF કેલ્ક્યુલેટર કેવી રીતે વાપરવું

  1. દર મહિનાનો બેઝિક પગાર વત્તા DA, અને આજનું EPF બેલેન્સ નાખો. બંને તમારી પગાર સ્લિપ અને EPF પાસબુકમાં દેખાશે.
  2. દર વર્ષે પગાર કેટલો વધશે એમ ધારો છો, અને રિટાયરમેન્ટને કેટલાં વર્ષ બાકી છે, એ નાખો.
  3. EPFનો વ્યાજ દર જોઈ લો. કેલ્ક્યુલેટરમાં 8.25% પહેલેથી ભરેલો છે, તમે બદલી શકો. પછી કોર્પસ, કુલ ફાળો અને વ્યાજ જુઓ.

તમારું પરિણામ કેવી રીતે સમજવું

કુલ ફાળો એટલે આજથી રિટાયરમેન્ટ સુધી જે કંઈ મુકાય એ બધું, તમારો અને કંપનીનો ભાગ ભેગો. મળેલું વ્યાજ એટલે બેલેન્સ અને ફાળા પર થયેલો વધારો. રિટાયરમેન્ટ વખતનું EPF કોર્પસ એટલે આજનું બેલેન્સ, વત્તા ફાળો, વત્તા વ્યાજ.

દાખલા તરીકે, મહિને ₹30,000 બેઝિક પગાર વત્તા DA હોય, તો ₹3,600 તમારા તરફથી અને ₹1,101 કંપની તરફથી, એટલે દર મહિને ₹4,701 EPFમાં જાય. પગાર વધે એમ આ રકમ પણ વધે, એટલે 20 કે 30 વર્ષમાં પગાર વધારો મોટો ફરક પાડે છે.

EPF રિટાયરમેન્ટ માટે મજબૂત પાયો છે, પણ એકલું પૂરતું ન પણ હોય, ખાસ કરીને ખર્ચ વધતો જાય ત્યારે. આ કેલ્ક્યુલેટરમાં EPS પેન્શન કે વચ્ચે ઉપાડેલા પૈસા ગણ્યા નથી. કુલ કેટલું જોઈએ એ જોવા રિટાયરમેન્ટ કેલ્ક્યુલેટર વાપરો, અને જુઓ અમે રિટાયરમેન્ટ પ્લાનિંગ કેવી રીતે કરીએ છીએ.

EPF કેલ્ક્યુલેટર કેવી રીતે ગણે છે

દર મહિને તમારા બેઝિક પગાર વત્તા DAના 12% તમારા તરફથી અને 3.67% કંપની તરફથી EPFમાં જાય. કંપનીના 12%માંથી બાકીનો ભાગ પેન્શન યોજના (EPS)માં જાય, EPFમાં નહીં, એટલે અહીં ગણ્યો નથી. તમે નાખેલા દરે દર વર્ષે બેલેન્સ પર વ્યાજ ઉમેરાય, અને પગાર દર વર્ષે તમારા ધારેલા વધારા પ્રમાણે વધે. S એટલે દર મહિનાનો બેઝિક પગાર વત્તા DA, B એટલે બેલેન્સ, r એટલે EPFનો દર, અને g એટલે વર્ષનો પગાર વધારો.

દર મહિનાનો ફાળો = (12% + 3.67%) × S; વર્ષના અંતે બેલેન્સ = B × (1 + r) + એ વર્ષનો ફાળો + એના પરનું વ્યાજ; S દર વર્ષે g જેટલો વધે

FAQ

વારંવાર પૂછાતા પ્રશ્નો

EPF કેલ્ક્યુલેટર એટલે શું?
EPF કેલ્ક્યુલેટર તમારા પગાર, દર વર્ષના પગાર વધારા, આજના બેલેન્સ અને વ્યાજના દર પરથી અંદાજ આપે છે કે રિટાયરમેન્ટ સુધી તમારું એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ કેટલું થઈ શકે.
કંપનીના ભાગમાંથી ફક્ત 3.67% જ EPFમાં કેમ જાય?
કંપની પણ તમારા બેઝિક પગાર વત્તા DAના 12% મૂકે, પણ એમાંથી મોટો ભાગ, 8.33%, એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS)માં જાય. બાકીના 3.67% જ EPFમાં જાય. વધારે પગારમાં અમુક કંપનીઓ અલગ રીતે વહેંચે, એટલે તમારા સાચા આંકડા પાસબુકમાં જોઈ લો.
EPFનો વ્યાજ દર નક્કી છે?
ના. EPFનો દર દર વર્ષે જાહેર થાય, એટલે બદલાઈ શકે. કેલ્ક્યુલેટરમાં 8.25% ફક્ત શરૂઆતના આંકડા તરીકે છે. છેલ્લો દર જોઈને નાખો, કે સાવચેતી માટે થોડો ઓછો દર નાખી જુઓ.
EPF ટેક્સ-ફ્રી છે?
જૂની ટેક્સ પદ્ધતિમાં તમારો પોતાનો ફાળો કલમ 80C માં ગણાય. સતત પાંચ વર્ષની નોકરી પછી ઉપાડ સામાન્ય રીતે ટેક્સ-ફ્રી હોય, પણ અમુક અપવાદ છે, જેમ કે મોટા ફાળા પરનું વ્યાજ. ટેક્સના નિયમો બદલાતા રહે છે, એટલે તમારા CA સાથે ચોક્કસ કરી લો.
નોકરી બદલું તો?
EPF ઉપાડી લેવાને બદલે તમારા UAN થી નવી કંપનીમાં ટ્રાન્સફર કરાવો, એટલે એ વધતું રહે. વચ્ચે ઉપાડેલા પૈસા રિટાયરમેન્ટનું કોર્પસ ઘણું ઓછું કરી શકે.

તમારું આગલું પગલું

આવતીકાલ જ મહત્વની છે.
ચાલો, આજે જ એનો પ્લાન કરીએ.

તમારા લક્ષ્ય, તમારા વીમા ને આગળના પગલા વિશે 30 મિનિટની ફ્રી વાતચીત. ના અઘરા શબ્દો, ના કોઈ દબાણ.

અમે તમને ફોન કરીએ

આવતીકાલની ટિકિટLKI-1987

થીઆજતમે અત્યારે જ્યાં છો
સુધીઆવતીકાલજ્યાં પહોંચવું છે
મુસાફર
તમે અને તમારો પરિવાર
મીટિંગ
30 મિનિટ
ભાડું
ફ્રી
ક્યાં
ઑફિસ કે ફોન

દિવસ પસંદ કરો

આ દિવસ WhatsApp પર બુક કરો